Industrial Heritage of Sihor સિહોરનો ઔદ્યોગિક વારસો

Iron & Steel Industry લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ

For over 150 years, Sihor has been Gujarat's iron & steel heartland — home to cast iron foundries, re-rolling mills and induction furnace plants that power India's construction and industrial sectors. ૧૫૦થી વધુ વર્ષોથી સિહોર ગુજરાતનું લોખંડ અને સ્ટીલનું ધબકતું કેન્દ્ર છે. અહીં આવેલી કાસ્ટ આયર્ન ફાઉન્ડ્રીઓ, રી-રોલિંગ મિલો અને ઇન્ડક્શન ફર્નેસ એકમો સમગ્ર ભારતના બાંધકામ અને ઔદ્યોગિક ક્ષેત્રને મજબૂત આધાર પૂરો પાડે છે.

90+
Re-Rolling Millsરી-રોલિંગ મિલો
150+
Years of Legacyવર્ષોનો વારસો
GIDC
Industrial Zoneઔદ્યોગિક વસાહત
50km
From Alangઅલંગથી અંતર
History & Heritageઇતિહાસ અને વારસો
A Century and a Half of Iron Craftસિહોરમાં લોખંડ ઉદ્યોગની દોઢ સદી

Sihor's iron and metalworking tradition is one of the oldest in the Saurashtra region, stretching back well over 150 years. The industry grew organically from local craft traditions — blacksmiths and ironworkers who supplied tools, implements and structural components to the agrarian and maritime communities of coastal Gujarat.

સિહોરમાં લોખંડ અને ધાતુકામની પરંપરા સૌરાષ્ટ્રની સૌથી જૂની અને ઐતિહાસિક પરંપરાઓમાંની એક છે, જે ૧૫૦ વર્ષથી પણ વધુ જૂની છે. આ ઉદ્યોગ સ્થાનિક લુહારકામ અને કારીગરોની કુશળતામાંથી પાંગર્યો હતો, જેઓ ખેતીવાડીના ઓજારો, ઘરગથ્થુ સાધનો અને દરિયાકાંઠાના વિસ્તારો માટે મજબૂત લોખંડી સરસામાન બનાવતા હતા.

By the mid-20th century, Sihor's metalworking sector had evolved into a structured foundry and re-rolling mill cluster, attracting skilled artisans and entrepreneurs from across the Bhavnagar region. The shift from artisanal craft to industrial-scale production was accelerated by the opening of the Alang ship-breaking yards in the 1980s, which created a stable, low-cost supply of ferrous scrap just 50 km away.

૨૦મી સદીના મધ્યભાગ સુધીમાં સિહોરનો ધાતુ ઉદ્યોગ વ્યવસ્થિત ફાઉન્ડ્રી અને રી-રોલિંગ મિલોના ક્લસ્ટરમાં પરિવર્તિત થયો. ૧૯૮૦ના દાયકામાં સિહોરથી માત્ર ૫૦ કિ.મી. દૂર વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ થતાં સિહોરના લોખંડ ઉદ્યોગને નવું જીવન મળ્યું, કારણ કે જહાજોમાંથી નીકળતો ઉચ્ચ ગુણવત્તાવાળો સ્ટીલ સ્ક્રેપ ખૂબ જ નજીક અને વ્યાજબી ભાવે મળવા લાગ્યો.

🕐 Historical Milestones🕐 ઐતિહાસિક પડાવ અને સીમાચિહ્નો

  • 1870s Local blacksmithing and ironwork traditions firmly established in Sihor. Artisans supply tools, ploughs and implements to agricultural hinterland of Saurashtra. સિહોરમાં લુહારકામ અને ધાતુકામની મજબૂત શરૂઆત. સૌરાષ્ટ્રના ખેતીવાડી વિસ્તાર માટે હળ, ઓજારો અને સાધનોનું ઉત્પાદન.
  • 1940s First organised cast iron foundries established in Sihor. Production shifts from hand tools to industrial castings — ingot moulds and structural components. સિહોરમાં પ્રથમ વ્યવસ્થિત કાસ્ટ આયર્ન ફાઉન્ડ્રીઓની સ્થાપના. હાથબનાવટના ઓજારોથી આગળ વધી ઔદ્યોગિક કાસ્ટિંગ અને ઇન્ગોટ મોલ્ડ્સનું ઉત્પાદન શરૂ થયું.
  • 1960s–70s Steel re-rolling mills begin operations. Sihor cluster grows into a recognised MSME industrial zone supplying angles, flats and rounds to construction sector. સ્ટીલ રી-રોલિંગ મિલોનો પ્રારંભ. કન્સ્ટ્રક્શન ક્ષેત્ર માટે એંગલ્સ, પટ્ટીઓ (Flats) અને સળિયા બનાવતું જાણીતું MSME ઔદ્યોગિક કેન્દ્ર બન્યું.
  • 1982 Alang Ship Breaking Yard established on the coast of Bhavnagar, 50 km from Sihor. This becomes the single most transformative event for Sihor's iron industry — providing virtually unlimited, affordable ferrous scrap. ભાવનગરના દરિયાકાંઠે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની સ્થાપના. આ ઘટના સિહોરના લોખંડ ઉદ્યોગ માટે ક્રાંતિકારી સાબિત થઈ — જહાજોમાંથી વિપુલ પ્રમાણમાં સસ્તો અને ઉત્તમ સ્ટીલ સ્ક્રેપ મળવા લાગ્યો.
  • 1990s Rapid expansion of the cluster — induction furnace plants adopted for producing MS billets and ingots. Export of iron castings begins to Middle East and Africa. ક્લસ્ટરનો ઝડપી વિસ્તાર — એમ.એસ. બિલેટ્સ અને ઇન્ગોટ્સ માટે આધુનિક ઇન્ડક્શન ફર્નેસ પ્લાન્ટ્સ સ્થપાયા. મિડલ ઇસ્ટ અને આફ્રિકાના દેશોમાં કાસ્ટિંગ્સની નિકાસ શરૂ થઈ.
  • 2000s+ SAMEEEKSHA (TERI / BEE) profiles Sihor as a key energy efficiency cluster. 90+ re-rolling mills operational. Focus shifts to modernisation, TMT bars and precision castings. ભારત સરકાર અને TERI ના SAMEEEKSHA પ્રોજેક્ટ હેઠળ સિહોરને મુખ્ય ઉર્જા-કાર્યક્ષમ ક્લસ્ટર તરીકે માન્યતા મળી. ૯૦થી વધુ રી-રોલિંગ મિલોમાં આધુનિક TMT સળિયા અને પ્રિસિઝન કાસ્ટિંગ્સનું ઉત્પાદન.
Cluster Architectureક્લસ્ટરની કાર્યપદ્ધતિ
How the Sihor Iron Cluster Worksસિહોરનું લોખંડ ક્લસ્ટર કેવી રીતે કામ કરે છે?

The Sihor cluster operates as an integrated metal-processing ecosystem. Three distinct types of industrial units work in a complementary chain:

સિહોરનું આયર્ન અને સ્ટીલ ક્લસ્ટર એક પરસ્પર જોડાયેલી સંપૂર્ણ ઇકોસિસ્ટમ તરીકે કામ કરે છે, જેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ઔદ્યોગિક એકમો જોડાયેલા છે:

1. Cast Iron Foundries — Use sand-casting, green-sand and shell-mould processes to produce ingot moulds, slag pots, bottom plates and industrial castings for steel plants and power stations. Products are supplied pan-India and exported.

૧. કાસ્ટ આયર્ન ફાઉન્ડ્રીઓ: સેન્ડ-કાસ્ટિંગ અને આધુનિક મોલ્ડિંગ પદ્ધતિઓથી સ્ટીલ પ્લાન્ટ્સ માટે ઇન્ગોટ મોલ્ડ્સ, સ્લેગ પોટ્સ અને બોટમ પ્લેટ્સ બનાવે છે, જે સમગ્ર ભારતમાં સપ્લાય થાય છે અને વિદેશમાં નિકાસ પણ થાય છે.

2. Induction Furnace Plants — Convert ship-scrap and pig iron into MS billets, ingots and special alloy castings. These serve as raw material for re-rolling mills and as finished products for construction and engineering sectors.

૨. ઇન્ડક્શન ફર્નેસ પ્લાન્ટ્સ: અલંગના જહાજોના સ્ક્રેપ અને પિગ આયર્નને ભઠ્ઠીમાં પીગળાવીને ઉચ્ચ ગુણવત્તાવાળા એમ.એસ. બિલેટ્સ અને સ્ટીલ ઇન્ગોટ્સ બનાવે છે, જે રી-રોલિંગ મિલો માટે મુખ્ય કાચો માલ બને છે.

3. Steel Re-Rolling Mills (90+) — Roll billets and ingots into TMT bars, angles, flats, squares and round bars. These structural sections are the primary output of the cluster, supplying the national construction market.

૩. સ્ટીલ રી-રોલિંગ મિલો (૯૦+): બિલેટ્સ અને ઇન્ગોટ્સને રી-રોલ કરીને TMT સળિયા, એંગલ્સ, પટ્ટીઓ (Flats), ચોરસ અને ગોળ સળિયા બનાવે છે, જે ભારતના બાંધકામ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં વપરાય છે.

⚓

The Alang–Sihor Connection અલંગ અને સિહોર વચ્ચેનો અતૂટ સંબંધ

Alang (50 km from Sihor) is the world's largest ship-recycling yard, located on the Bhavnagar coastline. Since its establishment in 1982, Alang has been the lifeblood of Sihor's iron and steel industry — providing a continuous supply of structural steel plates, beams and scrap metal recovered from decommissioned ships. Sihor's mills convert this raw material into TMT bars, ingot moulds and finished sections. The two towns form one of India's most remarkable industrial symbioses: Alang dismantles ships, Sihor rebuilds the nation. સિહોરથી માત્ર ૫૦ કિ.મી. દૂર ભાવનગરના દરિયાકાંઠે આવેલું અલંગ એ વિશ્વનું સૌથી મોટું શિપ રિસાયક્લિંગ યાર્ડ છે. ૧૯૮૨થી અલંગ એ સિહોરના લોખંડ ઉદ્યોગની જીવાદોરી રહ્યું છે. અલંગમાં મોટા જહાજોમાંથી છૂટો પડતો સ્ટીલ સ્ક્રેપ સિહોરની મિલો અને ફાઉન્ડ્રીઓમાં પહોંચે છે. ત્યાં આ સ્ક્રેપને પીગળાવીને TMT સળિયા, ઇન્ગોટ મોલ્ડ્સ અને સ્ટ્રક્ચરલ સેક્શન બનાવવામાં આવે છે. આમ અલંગ જહાજોને તોડે છે અને સિહોર તેમાંથી દેશના નિર્માણ માટે નવું સ્ટીલ ઘડે છે.

Products Made in Sihorસિહોરમાં બનતા ઉત્પાદનો
Iron & Steel Product Rangeલોખંડ અને સ્ટીલ ઉત્પાદન શ્રેણી
🟥
Ingot Moulds
ઇન્ગોટ મોલ્ડ્સ
🝦
Slag Pots
સ્લેગ પોટ્સ
🟦
Bottom Plates
બોટમ પ્લેટ્સ
🔩
TMT Bars
TMT સળિયા
📐
Angles & Flats
એંગલ્સ અને પટ્ટીઓ
⚙️
Engineering Castings
એન્જિનિયરિંગ કાસ્ટિંગ્સ
🏗️
Structural Sections
સ્ટ્રક્ચરલ સેક્શન્સ
🧲
Counterweights
કાઉન્ટરવેઇટ્સ
Competitive Edgeવ્યૂહાત્મક લાભો
Why Sihor Excelsસિહોર ક્લસ્ટરની મુખ્ય વિશેષતાઓ
⚓

Alang Proximityઅલંગથી નિકટતા

50 km from the world's largest ship-breaking yard — continuous, affordable ferrous scrap supply keeps raw material costs low.વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડથી માત્ર ૫૦ કિ.મી.નું અંતર, જેનાથી કાચો માલ સસ્તો અને સતત મળી રહે છે.

🚢

Port & Rail Accessબંદર અને રેલ કનેક્ટિવિટી

Bhavnagar port and railway connectivity enable efficient import of scrap and export of finished products to domestic and overseas markets.ભાવનગર બંદર અને પશ્ચિમ રેલવે નેટવર્કથી તૈયાર માલ દેશભરમાં અને વિદેશમાં સરળતાથી મોકલી શકાય છે.

🏭

GIDC Industrial EstateGIDC ઔદ્યોગિક સુવિધા

The GIDC industrial estate at Sihor provides dedicated infrastructure — power substations, water, roads and common facility centres for MSME units.સિહોર GIDCમાં વીજળી, પાણી, પાકા રસ્તા અને ઉદ્યોગ માટે અનુકૂળ તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે.

👷

Generational Expertiseપેઢી દર પેઢીની કુશળતા

150+ years of metalworking heritage means Sihor's workforce carries deep, generational knowledge of foundry and rolling mill operations.૧૫૦થી વધુ વર્ષોના વારસાને કારણે સિહોર પાસે ફાઉન્ડ્રી અને મોલ્ડિંગ ક્ષેત્રના અત્યંત કુશળ કારીગરો છે.

♻️

Circular Economyસર્ક્યુલર ઇકોનોમી

Ship scrap → billets → steel products: the Alang-Sihor chain forms one of India's most efficient circular raw-material loops, minimising waste.જહાજનો સ્ક્રેપ → ભઠ્ઠીમાં બિલેટ્સ → તૈયાર સ્ટીલ સળિયા: ઓછામાં ઓછા બગાડ સાથેનું અદભુત રિસાયક્લિંગ નેટવર્ક.

📊

SAMEEEKSHA Recognitionરાષ્ટ્રીય સ્તરે માન્યતા

The cluster is officially profiled by SAMEEEKSHA (TERI / BEE) as a key MSME energy efficiency target — acknowledging its national industrial significance.ભારત સરકાર અને TERI ના SAMEEEKSHA પ્રોજેક્ટ હેઠળ આ ક્લસ્ટરને રાષ્ટ્રીય કક્ષાએ ખાસ ઓળખ મળેલી છે.