Hanuman Dhara Temple
હનુમાન ધારા મંદિર
A sacred hilltop shrine dedicated to Lord Hanuman — one of Sihor's most revered pilgrimage destinations, blessed with panoramic views of the city and surrounding landscape.
ભગવાન હનુમાનજીને સમર્પિત પવિત્ર ટેકરી ઉપરનું મંદિર — સિહોરનું એક અત્યંત પૂજ્ય તીર્થધામ, જ્યાંથી સિહોર શહેર અને આસપાસના પ્રદેશનો ભવ્ય નઝારો જોવા મળે છે.
About the Temple મંદિર વિશે
🏙️ Sihor — The Ancient Sinhpur
🏙️ સિહોર — પ્રાચીન સિંહપુર
Sihor is the village donated by Siddharaj Jaisingh to Brahmins as a gift, and its old name was "Sinhpur". It is a historic, religious and industrial town protected by the traditions associated with Gauri and the Nath saints. On a hill of Sihor, at the edge of the hill, stands the temple of Shri Hanumanji, known as "Hanuman Dhara."
સિહોર એટલે સિદ્ધરાજ જયસિંહે બ્રાહ્મણોને દાનમાં આપેલું ગામ "સિંહપુર". એ એનું પુરાણું નામ છે. ગૌરીની હારમાળાથી અને ફરતા નવનાથથી રક્ષિત પૌરાણિક, ધાર્મિક, ઔદ્યોગિક શહેર એટલે "સિહોર". આ સિહોરના એક ડુંગર ઉપરની ધારે વહેલું શ્રી હનુમાનજીનું મંદિર એટલે "હનુમાન ધારા".
🚩 Founding of the Temple — 75 Years Ago
🚩 મંદિરની સ્થાપના — ૭૫ વર્ષ પહેલાં
About 75 years ago, an idol of "Hanuman Dada" was consecrated at the edge of the hill by the revered late Siddha Mahant Pujyashri Keshanandji of the Brahmakshatra place. In the beginning, only a small 3×3 feet clay shrine had been constructed at the edge of the hill. There was also a small water structure for visitors coming through the forest, so that those going to Hanuman Dhara could visit.
૭૫ વર્ષ પહેલાં ડુંગરની ધાર ઉપર "હનુમાન દાદા"ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તે વખતના બ્રહ્મક્ષત્રની જગ્યાના સ્વર્ગસ્થ સિદ્ધ મહંત પૂજ્યશ્રી કેશાનંદરાજીના વરદ હસ્તે કરવામાં આવેલી. શરૂઆતમાં ટેકરીની ધાર ઉપર માત્ર નાની એવી ૩' x ૩'ની માટીના ચણતરની દેરી બનાવવામાં આવેલી. દર્શન માટે ચોરના જંગલમાં નાની એવી પણ કુંડી હતી, જેથી હનુમાનધારાએ મળ્યું જ કોઈક જતું.
🛠️ Community Effort & Renovation
🛠️ સામૂહિક સેવા અને જીર્ણોદ્ધાર
Over the last 30 years, people from Kansara Bazaar — young and old, students, workers, employees, traders and others — joined together with deep devotion. Various activities such as labour work, sale of Diwali cards, crackers, incense, dhoop, chillies and other items were undertaken to raise funds. Young people of all backgrounds went through neighbourhoods selling goods to collect funds for renovation. The work included construction of proper steps from bottom to top, a water pipeline, electrical fittings, a water-cooler room, accommodation for saints and devotees, and other facilities — all developed through divine grace.
છેલ્લા ૩૦ વર્ષના ગાળામાં કન્સારા બજારના આબાલ વૃદ્ધ, સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ, કામદારો, કર્મચારીઓ, વેપારીઓ વિગેરે સાથે મળી ખૂબ ખૂબ મિળાવી શ્રદ્ધાનો રાહ અજમાવ્યો. સેવકોએ મજૂરીકામ, દિવાળી કાર્ડ, ફરાકડા, અગરબત્તી, ધૂપ, મરચાં વિગેરે વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું. કિશોર-યુવાઓએ ઘરે ઘરે ફરી, વેચાણ કરી, આવક મેળવી મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું — જેમાં નીચેથી ઉપર સુધીના પાકા ચણતરના પગથિયાં, પાણી માટેની પાઇપ લાઇન, ઇલેક્ટ્રિક ફીટીંગ, વોટર કુલર, સાધુ-સંતો માટે તેમજ સાધકો માટેના રૂમ, અને શ્રી અંબાજી માતાજીના રૂમ — રામ કૃપાથી નિર્માણ થયેલ છે.
🏛️ Shikharbandhi Temple & Expansion
🏛️ શિખરબંધી મંદિર અને વિસ્તાર
Because the original shrine and surrounding space had become too small, plans were made for a more substantial shikharbandhi temple with necessary repairs and improvements. Factory owners, traders, artisans from Kansara Bazaar and Sihori brothers living in Mumbai gave valuable support, which accelerated and completed the renovation through Ram Krupa.
દેરી તથા આજુ-બાજુની જગ્યા ખૂબ જ ઓછી પડવાને કારણે શિખરબંધી આસન મંદિર તથા જરૂરી રંગ-રંગોટ માટે આયોજન કર્યું. કન્સારા બજારના કારખાનેદારો, વેપારીઓ, કારીગરો તથા મુંબઈ વસતા સિહોરના ભાઈઓએ યથાયોગ્ય સેવા આપી જીર્ણોદ્ધારના કાર્યને વેગ આપ્યો, અને રામ કૃપા થકી પૂર્ણ થયું.
🙏 Revered Saints Who Visited
🙏 પધારેલ સંત-મહાત્માઓ
The Shri Hanuman Dhara Temple — a symbol of service, labour and cooperation — is situated near Brahmakshatra in Kansara Bazaar. Many respected saints and spiritual leaders have visited, taken darshan and blessed this sacred place: Pujyashri Morari Bapu, Pujyashri Dayaram Bapu, Pujyashri Gaurihar Hanuman (Bhavnagar), Mahant Mahanmohan Dasji, Pujyashri Hargovind Dada, Baroda Sanatan Ashram, Pujya Shri Dayanand Bapu, Pujya Shri Bhole Baba (Hedawas), Himalaya-dwelling Digambar, Pujya Shri Balyogiji, and many other saints who have experienced spiritual fulfilment here and encouraged the devotee community.
સેવા, શ્રમ અને સહકારીની ભાવનાના પ્રતિક સમું "શ્રી હનુમાનધારા મંદિર" કન્સારા બજારમાં બ્રહ્મક્ષત્રની પાસે આવેલું છે. જ્યાં દર્શન કરી પૂજ્યશ્રી મોરારીબાપુ, પૂજ્યશ્રી દયારામ બાપુ, પૂજ્યશ્રી ગૌરીહાર હનુમાન (ભાવનગરના), મહંત મહનમોહન દાસજી, પૂજ્યશ્રી હરગોવિંદ દાદા (પૂજ્ય ગુરુજી), બાડોદા સનાતન આશ્રમવાળા, પૂજ્ય શ્રી દયાનંદ બાપુ, હેડાંવાસી પૂજ્ય શ્રી ભોલેબાબા, પ્રખર ગાયત્રી ઉપાસક હિમાલયવાસી દિગંબર, પૂજ્ય શ્રી બાલ યોગીજી તથા અનેક સંતો-મહંતોએ પધારી ધન્યતા અનુભવી છે અને સેવક ગણને ઉત્સાહિત કર્યા છે.